top of page
Writer's pictureDr. Vipul Kubavat

પ્રેમ લીલા

By Dr. Vipul Kubavat

Contributory Author for Spark Igniting Minds


એ તો પ્રેમ છે,

કરે ઘણી હદો પાર,

તોય ન સમજાય તેનો સાર,

માતા-પુત્ર નો શું કરી જાય,

પિતા-પુત્રી નો કેમ કહેવાય,

પતિ-પત્ની ખૂબ પરખાય,

લોક તેને જ તો સરખાય,

માનવી ક્યારે થાય સમીપ,

ઝળહળી ઉઠે પ્રકાશ દીપ,

દોર તેની કહેવાય હમેશાં કાચી,

તોય તે જ મનાય સાચી,

નથી તેમાં જીત કે હાર,

તેમાં જ છે સત્ય પુરવાર,

આપે અનહદ કદી કષ્ટ,

કરી પણ દે તે કદી નષ્ટ,

મસ્તિષ્ક કરે તે બંધ,

દિલ તો છે અંધ,

કરો કેટલી પણ અવગણા,

છે તે ઈશ્વરી નજરાણા,

જન્મ-મૃત્યુ વચ્ચે નો છે તાર,

આજીવન છે તે જ આધાર,

ઝાલી રાખજો એ તાર,

તરી જશો મઝધાર,

સાહેબ, છે જ અનેરી પ્રેમ લીલા!


(Featured Image by OpenClipart-Vectors from Pixabay)


About the Author


Dr. Vipul Kubavat

Dr. Vipul is a Public Health Expert by profession.


He developed flair for writing due to exposure to medical education and then compelling scrupulous documentation in Public Health assignments.


Inspired by a zest of a friend into the world of literature, he loves to inscribe momentary rush of feelings...


Just trying, being human!

Recent Posts

See All

コメント


Leave your comments here:

bottom of page